મીરા, મીરાબાઈ તરીકે વધુ જાણીતી અને સંત મીરાબાઈ તરીકે પૂજવામાં આવતી, 16મી સદીની હિંદુ રહસ્યવાદી કવિ અને કૃષ્ણની ભક્ત હતી. તે એક પ્રખ્યાત ભક્તિ સંત છે, ખાસ કરીને ઉત્તર ભારતીય હિંદુ પરંપરામાં.
Mirabai
● જન્મ - 1498 કુડકી ગામ મેડતા જોધપુર (Rajasthan)
● મૃત્યુ - 1546 રણછોડ મંદિર ડાકોર દ્વારકા (Gujarat) (વિક્રમ સવંત 1603)
● પિતા - રતનસિંહ ( ઉદયપુરના શાસક)
● માતા - વીર કુમારી
● પતિ - રાણા ભોજરાજ સિંહ ( મેવાડના મહારાણા સાંગા ના મોટા પુત્ર)
● બાળપણ નું નામ - પેમલ
● ધર્મ - હિન્દુ
● વંશ - લગ્ન પછી સિસોદિયા
● Mirabai ની કર્મભૂમિ - વૃંદાવન
● મીરાના ઘરના ગુરુ - ગજાધર પંડિત (સંસ્કૃત, ધર્મગ્રંથો, સંગીત અને નૃત્ય ની તાલીમ)
● Meera ના ગુરુ - રઈદાસ
● મીરા જેવા વગાડતા તે - રામસાગર
● નરસિંહ મહેતા જે વાદ્ય વગાડતા તે - કરતાતાલ
● ગુજરાતી ભાષાની પ્રથમ સ્ત્રી કવિયત્રી - મીરાબાઈ
● આધુનિક મીરા તરીકેનું બિરુદ - મહાદેવી વર્મા
● સૌરાષ્ટ્રની મીરા તરીકેનું બિરુદ - ગંગાસતી
● રાજસ્થાનની રાધા - મીરાબાઈ
● દીક્ષા - જીવા ગોસ્વામી
● 'ખરા ઈલ્મી,ખરા સુરા' કહેનાર - કલાપી એ મીરા અને નરસિંહ ને કીધું
● 'સાંપ્રદાય નિરપેક્ષ ભક્ત કવિયત્રી' કહેનાર - ડોક્ટર નાગેન્દ્ર
● મીરાના પદોને ત્રીજા નેત્રની પ્રસાદી કહેનાર - કવિ બળવંતરાય ઠાકોર
● સંસારમાં કૃષ્ણ સિવાય કોઈ પુરુષ જ નથી કહેનાર - મીરાબાઈએ જીવા ગોસાઈને કીધું
મીરાબીનું જીવન
● મીરાબાઈ નો જન્મ ઈ.સ 1498 માં કુડકી ગામમા મેડતાના રાઠોડ રાવ દુદાના પુત્ર રતનસિંહને ત્યાં
થયો હતો.મીરાના પિતા રતનસિંહ રાઠોડ જાગીરદાર હતા.અને માતા વીર કુમારી હતા.
મીરાનો ઉછેર તેના દાદા દાદીએ કર્યો હતો.
● તેમના દાદી ભગવાન કૃષ્ણના પ્રખર ભક્ત હતા.જેમને ભગવાનમાં ખ ૂબ શ્રદ્ધા હતી.આથી જ બાળપણમાં
દાદા દુદા પાસેથી કૃષ્ણ ભક્તિના સંસ્કાર મળ્યા.મીરાબાઈ તેમની દાદીમાની કૃષ્ણ પ્રત્યેની ભક્તિથી
પ્રભાવિત થયા.એક દિવસે જ્યારે વરરાજા સાથે સરઘસ જઈ રહ્યો હતો.ત્યારે મીરાએ વરરાજાને જોઈને
દાદીને તેના વર વિશે પૂછવાનું શરૂ કર્યું તેથી દાદીએ તરત જ ગિરધર ગોપાળનું નામ કહ્યું અને તે
દિવસથી મીરાંએ ગિરધર ગોપાળને તેમના વર તરીકે સ્વીકારી લીધા.
●
● મીરા નું આખું બાળપણ મેડતામાં જ વીત્યું.કારણકે તેના પિતા રતનસિંહ રાઠોડ બાજોલીના જાગીરદાર
હતા.જે મીરા સાથે રહેતા ન હતા.
● મીરાબાઈ ના લગ્ન ઈ.સ 1516 માં મેવાડના મહારાણા સાંગાના પુત્ર ભોજરાજસિંહ સાથે થયા હતા
ભોજરાજ તે સમયે મેવાડના યુવરાજ હતા.
● લગ્નના બે વર્ષ પછી 1518 માં ભોજરાજ ને દિલ્હી સલ્તનત સામે યુદ્ધમાં જવું પડ્યું. 1521 માં મહારાણા
સાંગા અને મુઘલ શાસક બાબર વચ્ચે યુદ્ધ થયું હતું. ખાનવાના આ યુદ્ધ મહારાણા સાંગા અને
ભોજરાજેનો પરાજય થયો અને ખાનવાના યુદ્ધમાં રાણા સાંગા અને તેમના પુત્ર ભોજરાજ મૃત્યુ પામ્યા.
● તેના પતિ ભોજરાજના મૃત્યુ પછી મીરાબાઈ નાની ઉંમરે વિધવા થયા અને એકલા પડી ગયા.પતિની
સાહદત પછી તેઓ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થયા.
મીરાબાઈ ને મારી નાખવાનો પ્રયાસ
● મીરાબાઈ નું સાધુ સંતો સાથે ઉઠવા બેસવાનું અને ભજન ગાવાનું કામ તેમના દેવર વિક્રમસિંહ
(વિક્રમાદિત્ય) ને પસંદ ન હતું. તેથી તેમણે મીરાબાઈને સમજાવ્યું કે આપણે રાજપૂત છીએ અને આ
બધું આપણું કામ નથી.
● પરંતુ મીરાબાઈએ તેમની વાત ન સાંભળી અને કૃષ્ણભક્તિમાં લીન રહ્યા. વિક્રમાદિત્યએ મીરાબાઈને
કૃષ્ણની ભક્તિથી રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ સફળ થયા નહીં. આથી એક દિવસે તેણે
મીરા માટે ગ્લાસમાં ઝેર અને કટોરામાં સાપ મોકલ્યો.લોકવાયકા મુજબ વિક્રમાદિત્ય એ મોકલવામાં
આવેલો સાપ ફૂલોની માળા બની ગયો અને ઝેર અમૃત બની ગયું જે મીરાબાઈ પી ગયા હતા. ભગવાન
શ્રીકૃષ્ણની કૃપાથી મીરાંબાઈને મારવાના તેમના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા.
● આવી ઘટના જોઈ મીરાબાઈએ મેવાડ છોડી દીધું અને ભગવાન કૃષ્ણને પોતાનું સર્વસ્વ માની લીધું
તેમણે બાકીનું જીવન કૃષ્ણ ભક્તિમાં વિતાવ્યું. ક્યારેક મીરાબાઈ કાંઈ પણ ખાધા વિના કલાકો સુધી
ભગવાન કૃષ્ણની ભક્તિમાં લઈને રહેતા હતા.
● વિવિધ પ્રકારના અત્યાચારોથી પરેશાન થઈ તે ગિરધરના ઘણા મંદિરોમાં દર્શન કરી વૃંદાવન ગઈ અને
ત્યાંથી દ્વારકા પહોંચી.દ્વારકામાં તેઓ રણછોડ ભગવાનની ભક્તિમાં લીન થવા લાગ્યા અને ત્યાં પોતાનો
સમય પસાર કરવા લાગ્યા.
● ઈ.સ 1576 (વિક્રમ સવંત 1603) માં તે દ્વારકામાં રણછોડની મૂર્તિમાં સમાઈ ગઈ અને દુનિયાથી અલગ
થઈ ગઈ પોતાના ની જાતને દુનિયાથી અલગ રાખીને તેને પોતાનો સર્વસ્વ ગીરધર ને સોંપી દીધું.
● મીરાબાઈ ના પદો વજ્ર , હિન્દી , ગુજરાતી અને અન્ય ભાષામાં મળે છે.
મીરાબાઈએ કરેલા ગ્રંથોની રચના
● 1) નરસિંહરા મહર્યારા
● 2) ગીત ગોવિંદ ટીકા
● 3) રાગ ગોવિંદ
● 4) રાગ સોરઠ કે પદ
મીરાબાઈની કૃતિઓ
● 1) જનમ જનમની દાસી
● 2) નરસિંહ રામા મહર્યાં
● 3) સત્ય ભામાનું ફસનું
● 4) મુખડા ની માયા લાગી રે
● 5) મુજ અબળાને મોટી મીરાંત બાઇ
● 6) જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું
● 7) રામ રાખે તેમ રહીએ
● 8) નહિ રે વિસારુ હરી
● 9) મરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ
● 10) પ્રેમની, પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની રે
Read more: Narsinh maheta